पथदर्शक GSSSB 2.0 (Group-A & B services)


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


અહીં GSSSB દ્વારા નવા નિયમોનુસાર લેવામાં આવનાર GROUP-A અને B ની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


સોમવારથી આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાને શૂન્યથી શીખવા માટે "ભાષાનું ભણતર" પહેલની શરૂઆત કરીશું.

શું છે ભાષાનું ભણતર પહેલ.?

શું તમે જાણો છો કે તમે ગુજરાતી બોલતા અને સમજતા કેવી રીતે થયા.? આપણી આસપાસના લોકો નાનપણથી આપણી સાથે ગુજરાતીમાં બોલતા અને આપણે એ સંભાળતા. અને એટલે જ તો શાળામાં પ્રવેશ પહેલા આપણે ગુજરાતી બોલતા અને સમજતા થઈ ગયા.

ભાષાનો નિયમ છે,
સાંભળો એટલે બોલતા થાવ,
વાંચો એટલે લખતા થાવ...

ગુજરાતી માટે પહેલો નિયમ પાળવાની જરૂર નથી, કારણકે નાનપણ થી આપણે ગુજરાતી બોલતા અને સાંભળતા આવ્યા છીએ. જરૂર છે ફક્ત વાંચવા અને લખવાની....હવે શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું જેવા પ્રશ્નોના જવાબ આપને ભાષાના ભણતરમાં મળશે.

વાત કરીએ અંગ્રેજીની, તો અંગ્રેજીમાં તમારે બંને નિયમ પાળવા પડશે. સાંભળવું-બોલવું તથા લખવું-વાંચવું. અને આના માટે શું કરવું એનો જવાબ એટલે ભાષાનું ભણતર.

આવતી કાલે આ સંબંધિત વિગતવાર માહિતી ચેનલમાં મૂકવામાં આવશે.

માટે જોડાયેલા રહો પથદર્શક GSSSB સાથે અને આપના સાથી ઉમેદવાર મિત્રોને સુધી પણ ચેનલને પહોંચાડો.

#Stay_tuned

👇


@PathdarsakGSSSB


મિત્રો ક્યારેય વિચાર્યું છે GPSC પાસ કરવી અઘરી કેમ લાગે છે.?
કારણ છે જગ્યાઓ...
GPSC માં વર્ષે સામાન્ય રીતે 100-200 જેટલી જગ્યાઓ જ આવે છે. આના કારણે ત્યાં ગળાકાપ સ્પર્ધા જોવા મળે છે. પ્રાથમિક પરીક્ષામાંથી 3000 જેટલા ઉમેદવારો જ પાસ થઈને મુખ્ય પરીક્ષામાં બેસે છે.

હવે આની સાથે ગૌણ સેવાને સરખાવીએ તો Group-A અને Group-B ની અંદાજિત 5000 જેટલી જગ્યાઓ આવવાની પ્રબળ શક્યતાઓ છે. જેના આધારે અંદાજિત 40,000 આસપાસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક મળી શકે છે. માટે જો સાચી દિશામાં સ્માર્ટ તૈયારી કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી આ પરીક્ષા પાસ કરી શકાય છે.

ઘણા ઉમેદવારો નવી પરીક્ષા પદ્ધતિ આવ્યા બાદ નાસીપાસ થઈ ગયા છે, હતાશ છે, હથિયાર હેઠા મૂકી દીધા છે. આ તો કાયરતા છે.......

શું તમારા એક માટે જ પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે.? તમે આમ પણ રોજ કલાકો સુધી તૈયારી કરતા જ હતા ને.? તમારે તો ફક્ત તૈયારીને એક અલગ દિશામાં વાળવાની જ છે.
માટે માયકાંગલાની જેમ હથિયાર હેઠા મૂકી રોતડા રોવા કરતા એક વાર પ્રયત્ન તો કરી જોવો.

मंझिल मिले ना मिले ये तो मुकद्दर की बात हे,
हम कोशिश भी ना करे, ये तो गलत बात हे।



@PathdarsakGSSSB


એક જ દિવસમાં 260 થી પણ વધુ લોકો આપણી ચેનલમાં વિશ્વાસ રાખી આપણી સાથે જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર...આપે આ ચેનલ પર જે વિશ્વાસ દાખવ્યો છે તે વ્યર્થ નહિ જાય. આપણે નાના નાના અને નિયમિત ટાર્ગેટ પૂરા કરી ક્યારે નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ ઘડાઈ જઈશું ખબર પણ નહી પડે.



પહેલી તારીખે આપ સૌની માટે એક ધમાકેદાર સરપ્રાઇઝ લઈને આવી રહ્યા છીએ.
#Stay_tuned


આપના સાથી ઉમેદવાર મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડી તેમના પથદર્શક બની શકો છે.

@PathdarsakGSSSB


આ ચેનલનાં માધ્યમથી આવનારા સમયમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાની મુખ્ય પરીક્ષાની તૈયારી માટે એક પહેલ શરૂ કરવામાં આવશે, જેમાં ભાષાના લેખન તથા તેની તૈયારીને લગતી આપની તમામ મૂંઝવણોનું નિરાકરણ લાવવામાં આવશે. મારા GPSCનાં મુખ્ય પરીક્ષાઓ લખવાના અનુભવના આધારે આપને આપની તૈયારીમાં મદદ કરવા પૂરતો પ્રયત્ન કરીશ.


મિત્રો,
આપની સમક્ષ હાલ સૌથી મોટો સવાલ એ ન હોવો જોઈએ કે "આવું અમારી વખતે જ કેમ કર્યું.?" સવાલ એ હોવો જોઈએ કે "હવે નવી પદ્ધતિ મુજબ મારે મારી તૈયારીને કઈ દિશામાં લઈ જવી.?"

આજ સુધી તમે બધાએ ખૂબ GK વાચ્યું, હવે સમય છે GK બાજુ પર મૂકી ગુજરાતી, અંગ્રેજી અને ગણિત-રિઝનિંગ પર સૌથી વધુ મહેનત કરવાનો.

પ્રેક્ટીકલી વિચારો,
તમારું સિલેક્શન થવાનું છે મુખ્ય પરિક્ષાથી. મુખ્ય પરીક્ષામાં 300 માંથી 200 માર્ક તો ફક્ત ને ફક્ત ગુજરાતી અંગ્રેજીના છે. અને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે તમારે જે પ્રાથમિક પરીક્ષા પાસ કરવાની છે તેમાં 100 માંથી 70 માર્કનું ગણિત-રિઝનિંગ છે અને બાકીના 30 માર્કનું અંગ્રેજી ગુજરાતી .

તો હવે કરવું શું.?

તમારે હવે ગુજરાતી અને અંગ્રેજીના મુખ્ય પરીક્ષાના પેપરની તૈયારી શરૂ કરવાની છે. અને સાથે સાથે ગણિત-રિઝનિંગને મજબૂત કરવાના છે.

આનાથી શું થશે.?
જે મુખ્ય પરીક્ષાના આધારે તમારી પસંદગી થવાની છે તેના 300 માર્ક માંથી 200 માર્કની તૈયારી તમારી પ્રાથમિક પરીક્ષા પહેલા જ થઈ જશે. અને ગણિત-રિઝનિંગ તમને પ્રાથમિક પરીક્ષા પાસ કરાવશે. અને મુખ્ય પરીક્ષા માં પણ ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ છે જેની તૈયારી તમને પ્રાથમિક પરીક્ષામાં પાસ થવા મદદ કરશે.



અહીં GSSSB દ્વારા નવા નિયમોનુસાર લેવામાં આવનાર GROUP-A અને B ની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
https://t.me/PathdarsakGSSSB


પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 40% માર્ક લાવવા ફરજિયાત છે.


મુખ્ય પરીક્ષામાં 7 ગણા ઉમેદવરો GPSC જેવી રીતે બોલાવે છે એવી રીતે બોલાવવામાં આવશે, નહિ કે PSI ની જેમ. ટૂંકમાં ભલે 7 ગણા ઉમેવારો બોલાવવાનું કહ્યું હોય પણ જનરલ ઉમેદવારોના 7 ગણા ને મેચ કરવા 15 થી 20 ગણા પણ બોલાવી શકે છે.


દરેક ઉમેદવારે ફી ભરવાની રહેશે અને જે ઉમેદવારો પરીક્ષા આપશે તેમની ફી પરત કરવામાં આવશે.


પ્રાથમિક પરીક્ષામાંથી 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.


આપના મિત્ર વર્તુળમાં શેર કરવા નમ્ર વિનંતી.


અહીં GSSSB દ્વારા નવા નિયમોનુસાર લેવામાં આવનાર GROUP-A અને B ની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
https://t.me/PathdarsakGSSSB


ગ્રુપ-B

આમાં કલેક્ટર કચેરી સિવાયના તમામ જુનીયર ક્લાર્કનો સમાવેશ થાય છે.

આમાં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે.

અંગેજી - 20
ગુજરાતી - 20
બંધારણ,જાહેર વહીવટ, RTI, CPS, PCA -30
ઇતિહાસ, ભૂગોળ, વારસો - 30
ઇકોનોમી, વિજ્ઞાન-ટેકનોલોજી, પર્યાવરણ - 30
કરંટ અફેર - 30
રીઝનિંગ - 40



તમામ કલાસ-3ની ભરતીમાં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહિ.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ક્લાસ 3 ની ભરતી બે રીતે લેવામાં આવશે.
ગ્રુપ-A અને ગ્રુપ-B.

ગ્રુપ-A

આમાં કલેકટર કચેરીના ક્લાર્ક, સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ(OA) તથા અન્ય કચેરીઓમાં સિનિયર અને હેડ ક્લાર્કનો સમાવેશ થાય છે.

પહેલા 100 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા લેવાશે અને ફક્ત એક કલાક મળશે. આમાં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.

પ્રાથમીક પરીક્ષા માં
ગણિત અને રિઝનિંગ 70 માર્ક્સ
અંગેજી 15 માર્ક્સ
ગુજરાતી 15 માર્ક્સ
(GK પ્રથમિક પરીક્ષામાં નથી)
પ્રાથમિક પરીક્ષામાં માર્ક ફક્ત પાસિંગ માર્ક જ છે તેને આખરી પરિણામમાં ગણવામાં નહિ આવે.


ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવશે જેમાં 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.

પ્રથમ પેપર ગુજરાતી ભાષા - 100 માર્ક્સ
બીજુ પેપર અંગ્રેજી ભાષા - 100 માર્ક્સ
ત્રીજું પેપર સામાન્ય અધ્યયન(GS) - 150 માર્કસ, જેમાં  ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા તમામ વિષય ના પ્રશ્નો આવશે


ફાઈનલ સિલેક્શન માં માત્ર મુખ્યપરિક્ષા ના માર્ક જ જોવાશે



14 ta oxirgi post ko‘rsatilgan.

430

obunachilar
Kanal statistikasi