હેલ્થ ટિપ્સ ગુજરાતી


Channel's geo and language: not specified, not specified
Category: not specified


🧎🏻‍♀️પહેલું સુખ તે જાતે નર્યા 🧎🏻‍♀️
મિત્રો, આપણું સ્વાસ્થ્ય સારુ હશે તો દરેક પ્રગતિના શિખરો સર કરી શકીશું.
➖સારા સ્વાસ્થ્ય માટે ટિપ્સ
➖આહાર, વિહાર
➖આસાન, પ્રાણાયામ
➖દિન ચર્યા, ઋતુ ચર્યા
https://t.me/HealthTipsGujarati

Related channels  |  Similar channels

Channel's geo and language
not specified, not specified
Category
not specified
Statistics
Posts filter


🧎🏻‍♀️પહેલું સુખ તે જાતે નર્યા 🧎🏻‍♀️

મિત્રો, આપણું સ્વાસ્થ્ય સારુ હશે તો દરેક પ્રગતિના શિખરો સર કરી શકીશું.

➖સારા સ્વાસ્થ્ય માટે ટિપ્સ
➖આહાર, વિહાર
➖આસાન, પ્રાણાયામ
➖દિન ચર્યા, ઋતુ ચર્યા

🏃🏻‍♂️તમારા સ્વાસ્થ્ય માટે બેહદ ઉપયોગી અને જાણવા યોગ્ય માહિતી માટે અમારું ગ્રુપ જોઈન કરો...👇👇

✔️ https://t.me/HealthTipsGujarati

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🩸 લોહી જાડુ થવાના લક્ષણો અને ઈલાજ 🩸

આપણું લોહી જાડુ થઇ જાય છે, અને તેનાથી શું નુકશાન થઇ શકે છે જાણો તેના લક્ષણો અને ઉપાયો

ભાગદોડ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના માટે સમય નથી. પૈસા કમાવાની દોડમાં એટલા મશગુલ બની ગયા છીએ કે તેમની પાસે ખાવા તથા વ્યાયામ માટે પણ સમય નથી. તેવામાં બીમાર પડવું સામાન્ય વાત છે. આ બીમારીઓમાં લોહીની વિસંગતતા કારણભૂત છે, એટલે કે લોહી ધીરે ધીરે ખરાબ થવા લાગે છે જે પાછળથી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

ખાસ કરીને લોહી બગડવાનું શરૂઆત નું મોટું લક્ષણ ત્વચાનો રોગ જેવા કે ડાઘ-ધબ્બા ફોડકીઓ, કે સંક્રમણ આ બધા લોહી વિકારોના કારણો હોય છે. લોહી સાફ અને પાતળું કરવા માટે ઘણા લોકો દવા લે છે પણ દેશી ટીપ્સ અને આયુર્વેદિક ઉપચાર અપનાવીને લોહી સાફ કરવાના ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. આજે આપણે જાણીશું લોહી સાફ કેવી રીતે કરવું.

🩸 લોહી સાફ ન થવા લક્ષણો કયા છે ?

આપણી આજુ બાજુ આપણે અવાર નવાર એવા લોકો જોઈએ છીએ જેમના ચહેરા ઉપર વારંવાર ખીલ અને ફોડકા ફોડકી નીકળી આવે છે. તે સિવાય અમુક એવા પણ લોકો હોય છે જેમનું વજન ઓછું હોય છે અને અમુક લોકો થોડું કામ કરવાથી જલ્દી થાકી જાય છે, અમુક લોકોને પેટ સાથે જોડાયેલી કોઈક ને કોઈક તકલીફો રહે છે. આ બધા લોકોમાં ખાસ કરીને આ તકલીફો લોહી સાફ ન હોવાને લીધે થાય છે.

🩸 લોહી સાફ કરવા માટે શું કરવું

ખરાબ લોહી ને સાફ કરતા પહેલા તે વાતની જાણકારી હોવી જોઈએ કે શરીરમાં લોહી ચોખ્ખુ થવાની પ્રક્રિયા કેવું કામ કરે છે. લોહી સાફ કરવાની પ્રક્રિયામાં લીવરમાં જમા થતું લોહીને સાફ કરવામાં આવે છે, જેના માટે અમુક લોકો લોહી સાફ કરવાની દવા લે છે પણ તે મેડીક્લીન ગરમ હોય છે અને તેના સેવનથી બ્લડ પ્રેશરમાં કોઈ ખોટો ફેરફાર પણ આવી શકે છે પણ આયુર્વેદિક દવા અને ઘરેલુ ઉપાયના ઉપયોગથી તે સમસ્યા થતી નથી. ઘરમાં કરવાના આ ઉપાય લોહી સાફ કરવાની સાથે લોહીનો સંચાર પણ સારો કરે છે. 

🩸 લોહી સાફ કરવાના ઉપાય અને ઘરેલુ ટીપ્સ

લોહી સાફ કરવાની રીતમાં સૌથી પહેલી રીત છે પાણી વધુ પીવું. આપણા શરીરમાં ત્રીજા ભાગનું પાણી છે. શીરીરના ઝેરીલા પદાર્થો બહાર કાઢવા અને શરીરને ડીટોક્સ કરવા માટે જરૂરી પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લોહી સાફ કરવા અને સારું આરોગ્ય મેળવવા માટે ઘરમાં ઉપયોગ થતી વરિયાળી ને ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વરિયાળી થી લોહી સાફ કરવાના ઉપાયમાં સૌથી પહેલા સરખા ભાગે સાકર અને વરીયાળી લઈને વાટી લો. હવે આ મિશ્રણને 2 મહિના સુધી સવાર સાંજ પાણી સાથે લો. આ દેશી ટીપ્સ થી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે, ત્વચાની તકલીફ દુર થાય છે, આંખોની રોશની વધે છે અને લોહીને સાફ કરે છે. પરસેવો થવાથી શરીરની અશુદ્ધિઓ બહાર નીકળે છે. શારીરિક શ્રમ કરો જેથી પરસેવો વધુ થાય. પરસેવો લાવવા માટે તમે એક્ષસાઈજ અને યોગા પણ કરી શકો છો. યોગથી તન અને મન સ્વસ્થ રહે છે, વધુ પરસેવો આવશે અને યોગ કરતી વખતે આપણે વધુ ઓક્સીજન લઈએ છીએ જેનાથી લોહી સાફ સારી રીતે થાય છે. લોહી સાફ કરવાની આયુર્વેદિક દવામાં ઘઉં ના જવારા દવા જેવું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢીને લોહી સાફ કરવાની પ્રક્રિયામાં વધારો કરે છે.

🩸 લોહી સાફ કરવા માટે શું ખાવું

આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર ઉપર પડે છે. સારો પોષ્ટિક ખોરાક ખાવા થી શરીરના બધા અંગોને જરૂરી પોષણ મળી શકે છે જેનાથી શારીરીક વિકાસ સારી રીતે થાય છે.
લોહી સાફ કરવાવાળા ખોરાકમાં એવા ફૂડ સામેલ કરો જેનામાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય જેમ કે ગાજર, મૂળા, બીટ, સરગવો, ભૂરા ચોખા, લીલા શાકભાજી અને તાજા ફળ. આ ફૂડ શરીરમાં લોહી બનાવવામાં અને સાફ કરવામાં ફાયદો કરે છે. તમારી ડાયેટ માં એવી વસ્તુ ખાવ જેમાં વિટામીન સી નું પ્રમાણ વધુ હોય જેમ કે લીંબુ અને સંતરા.
જો તમેને રક્ત વાહિકા, હ્રદયનો કોઈ રોગ કે મગજ સુધી લોહીનો પ્રવાહ સારી રીતે નથી રહ્યો હોય તો ડોક્ટર તમને લોહીને પાતળું કરવાની સલાહ આપશે. લોહીનું જાડુ થવું હ્રદયનો હુમલાની શક્યતા વધારે છે, કેમ કે તેના કારણે રક્ત વાહિનીમાં લોહીના ગઠા જામવા જેવી સમસ્યા આવવા લાગે છે. લોહીને પાતળું કરવાની રીતમાં અમુક લોકો દવા નો સહારો લે છે પણ લોહી પાતળું કરવાની મેડીસીનનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે વધુ પાતળું થવાથી બ્લીડીંગની તકલીફ થઇ શકે છે. ડોક્ટરની સલાહ વગર ક્યારેય લોહી પાતળું કરવાની દવા ન લેવી.

💠Join : https://t.me/HealthTipsGujarati


✅ પ્રોસ્ટેટની પરેશાનીને ગોખરુ વડે મારો ✅

ગોખરુ ઓસ્ટિઓ આથ્રાઈટીસમાં સારું પરિણામ આપતું ઔષધ : કુપોષણ, કમરનો દુ:ખાવો, ઓસ્ટિઓ આથ્રાઈટીસ વગેરેમાં સારું પરિણામ આપે છે

શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની પીડા, દર્દ, વ્યાધિને દૂર કરનારું એક ઔષધ પુરવાર થયું છે.

➡️ ગોખરુ :-
પ્રકૃતિમાં ગોખરુ ઠંડુ છે. શરીરની ઉષ્મા - ગરમીને તત્કાળ દૂર કરનારું છે. જેમનું શરીર તપેલું રહેતું હોય તેમને માટે તો ગોખરુ ઉનાળામાં પણ હેમાળા (હિમાલય) જેવું લાગે છે ગુણમાં ઠંડુ હોવા છતાં બળકારક એટલે કે શરીરમાં શક્તિ - સ્ફુર્તિનો સંચાર કરે છે. વિના કારણે કે કારણસર લાગતો થાક દૂર કરે છે ગોખરું પૌષ્ટિક છે.

➡️ કુપોષણ :-
આજે કુપોષણ શબ્દો મીડિયામાં ખૂબ સાંભળવા મળે છે. કારણ કે સમગ્ર ભારતમાં કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા વધારે છે. એમાં પણ બાળકો અને સ્ત્રીઓ આ કુપોષણની સમસ્યાનું નિવારણ ઝડપથી કરવું હોય તો ગોખરુ, અશ્વગંધા, શતાવરી જેવી ઔષધિઓના પાક બનાવી આપવા જોઈએ.

➡️ કમરનો દુ:ખાવો :-
કમરના દુ:ખાવાનાં અનેક કારણો હોય છે. જેમ કે યુ.ટી.આઈ. (Urinary track Inmdection) સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, સ્ત્રીઓની માસિકની અનિયમિતતા, ખોરાકનું બરાબર પાચન ન થવાને કારણે પેદા થતો આમ Undihested Food Particles જે કમરના સાંધામાં પહોંચીને દુ:ખાવો પેદા કરે છે, પથરી થવી. આ બધા કારણોને લીધે થતા કરના દુ:ખાવામાં ગોખરુ ખૂબ ઉપયોગી છે. આર્યભિષકમાં કમરના દુ:ખાવા માટે ગોખરુ અને સૂંઠના ઉકાળાને સફળ ઔષધ ગણ્યું છે.

▪️ રીત :-
ગોખરુ પાંચ ગ્રામ, સૂંઠ ૧ ગ્રામ, એક કપ દૂધ, એક કપ પાણીને ધીમા તાપે ઉકાળવા મૂકવું. પાણી બળી જાય ત્યારે તેમાં થોડી સાકર નાખીને પીવું.

➡️ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ :-
પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યા ખાસ કરીને ૪૦-૪૫ વર્ષ પછીથી થતી પુરુષોની સમસ્યા છે.
આધુનિક તબીબી શાસ્ત્ર આ સમસ્યાના ઉકેલ માટે સર્જરી કરાવવાનું સૂચન કરે છે. સર્જરી કરાવ્યા પછી ઘણી એવી વ્યક્તિઓ જોવા મળી છે કે તેમને યુરિન પર કોઈ કન્ટ્રોલ રહેતો નથી. જેમ નાનાં બાળકોને ડાયપર પહેરાવવામાં આવે છે એ પ્રમાણે મોટી ઉંમરની વ્યક્તિઓને ડાયપર પહેરવું પડતું હોય છે.

ગોખરુ સાથેની કેટલીક ઔષધિઓના સમન્વયથી પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

➡️ રસાયણપૂર્ણ + હળદર :-
જેમાં ગળો, ગોખર, આમળા અને હળદરને સરખાભાગે લઈ તેમાંથી 3-3 ગ્રામ પાવડર જમ્યા પહેલાં પાણી સાથે ફાકી જવો. આનાથી પ્રોસ્ટેટનો સોજો દૂર થાય છે અને PSA રિપોર્ટ પણ નોર્મલ થઈ જાય છે.

➡️ રાસાયણિક વિશ્લેષણ :-
ગોખરું નું રાસાયણિક વિશ્લેષણ કરતાં તેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન, સ્ટીગ્માસ્ટેરોલ, ફ્યુરોગ્લુકોસાઈડ જેવા તત્ત્વો છે.

તાજેતરમાં થયેલાં સંશોધન અનુસાર ગોખરુ ઓસ્ટિઓ આથ્રાઈટીસમાં સારું પરિણામ આપતું ઔષધ પુરવાર થયું છે.

➡️ પેશાબમાં લોહી પડવું :-
શરદઋતુ કે ગરમીની ઋતુમાં અથવા તો જેમની પ્રકૃતિ પિતની હોય, ગરમી ખોરાક વધારે ખાતા હોય. જેમને પથરી થયેલી હોય કે જેમનાં રક્તમાં પિત્તની માત્ર વધી જતાં અધોગામી રક્તપિત્તની સમસ્યા થઈ હોય તેમને માટે ગોખરુ અને શતાવરીનો ક્ષીરપાક ખૂબ ઉપયોગી છે.

▪️ બનાવવાની રીત :-
ગોખરું ત્રણ ગ્રામ, શતાવરી ત્રણ ગ્રામ, સાકર, દસ ગ્રામ, એક કપ દૂધ અને એક પાણી.ઉપર્યુક્ત તમામ ઔષધિઓને ધીમા તાપે ઉકાળવા મૂકવી, પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી દિવસમાં બે વાર પીવું. આ ક્ષીરપાકથી પેશાબ માર્ગે આવતું લોહી બંધ થાય છે. પથરી પણ ધીમે ધીમે તૂટીને બહાર નીકળવા માંડે છે.

💠Join : https://t.me/HealthTipsGujarati


☑️ મોઢાના ચાંદાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલુ ઉપાય ☑️

ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. તેનો ઈલાજ કોઈ મોંઘો નથી પણ ઘરેલુ અને સરળ છે. ઘરે જ કેટલાક ઉપાયો અપનાવીને તમે તેનાથી બચી શકો છો.

આવો આજે જાણીએ ચાંદાથી છુટકારો મેળવવાના સચોટ ઉપાયો

(1) મીઠાનું પાણી - મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરો.

(2) બેકિંગ સોડા - મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જશે.

(3) આલુનું જ્યુસ - આલુના જ્યુસને માઉઠવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો.

(4) ફટકડી - ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. આ વાતને ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે.

(5) ટી બેગ - મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.

(6) ચા ના ઝાડનું તેલ - ચાના ઝાડનું તેલને પણ ત્વચાના કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢાના ચાંદાને દૂર કરવા માટે તેને 90 ટકા પાણીમાં 10 ટકા ચા ના ઝાડનું તેલ મિક્સ કરીન દિવસમાં બે વાર કોગળા કરો. આવુ કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે.

(7) જામફળના પાન - જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.

(8) ઈલાયચી - ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.

(9) લીમડાના પાન - લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. . આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.

(10) હળદર - હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.

💠Join : https://t.me/HealthTipsGujarati

4 last posts shown.

162

subscribers
Channel statistics