સાવ નાનું ઘર હશે તો ચાલશે
મોકળું ભીતર હશે તો ચાલશે
બીજાની તકલીફ પણ સમજી જવા
એટલું ભણતર હશે તો ચાલશે
હાથ લંબાવું અને તું હોય ત્યાં
એટલું અંતર હશે તો ચાલશે
પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં
એ ભલે પથ્થર હશે તો ચાલશે
-હેમાંગ જોશી
મોકળું ભીતર હશે તો ચાલશે
બીજાની તકલીફ પણ સમજી જવા
એટલું ભણતર હશે તો ચાલશે
હાથ લંબાવું અને તું હોય ત્યાં
એટલું અંતર હશે તો ચાલશે
પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં
એ ભલે પથ્થર હશે તો ચાલશે
-હેમાંગ જોશી