World Health NDS news Gujarati recipes


Гео и язык канала: не указан, не указан
Категория: не указана


ચૂલા વગરની વાનગીઓ બનાવવા માટે જોડાવો..
FOR~PROMOTION~ @Rahulchauhan1

Связанные каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций


✨⏬⏬ Join Telegram Channel ⏬⏬
@WorldHealthNDSgujaratirecipes


સૌનો સાથ સૌનો વિકાસ ,

ચૂલા વગરની વાનગીઓ બનાવવા માટે જોડાવો. અને તમારા મિત્રો તેમજ પરિવાર જનોને પણ અવશ્ય જોડો......

તમારી ચૂલા વગરની વાનગી ની રીત અમને મોકલી શકો છો....

FOR~PROMOTION~ @Rahulchauhan1


ખીચું (પાપડીનો લોટ)
🔹 @WorldHealthNDSgujaratirecipes


*રાંધ્યા વગરનું કાચું ફૂડ રિસેપ્શનમાં પીરસાયું અને મહેમાનોએ હોંશે હોંશે ખાધું*

એક અનોખુ રિસેપ્શન યોજાયું. જેમાં કોઈ થ્રી કોર્સ કે ફાઈવ કોર્સ મીલ નહીં, પરંતુ શુદ્ધ સાત્વિક ભોજન પીરસાયું. એ પણ એવું ભોજન કે જેમાં ટોટલ ૧૪ વાનગીઓ બનાવવામાં આવી અને તેમાંથી એક પણ વાનગીને ગેસ કે ચૂલા પર રાંધવામાં નથી આવી, ના તો તેને શેકવામાં કે તળવામાં આવી છે. આ બધી જ વાનગીને કાચું ફૂડ કહી શકાય. નેચરોપેથી કોન્સેપ્ટ અનુસાર આ વાનગીઓ બનાવવામાં આવી છે. જેમાં કોઈ પ્રાણીનાં દૂધ કે દૂધની બનાવટનો પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ વાનગીઓમાં કોકોનટ મિલ્ક અને શીંગદાણાને પીસીને તેનું દૂધ કાઢીને તેમાંથી વાનગીઓ તૈયાર કરવામાં આવી છે.

જેમનું રિસેપ્શન હતું તે નીમા બહેન ભટ્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે, ‘હું ને મારા હસ્બન્ડ એવું વિચારી રહ્યાં હતાં કે આપણાં રિસેપ્શનની પાર્ટીમાં કંઈક નવું કરીએ અને સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરીએ, પણ એ નવું શું કરીશું તેનાં વિચારમાં હતાં, ત્યાં અમારી સામે આ નવો કૂકિંગ ફૂડનો કન્સેપ્ટ આવ્યો. અમે તેનાં વિશે જાણ્યું, સમજ્યું અને નજીકનાં મિત્રો સાથે ડિસ્કસ કર્યું તો સર્વ સહમતિએ હા આવી એટલે આ યુનિક ફૂડ કોન્સેપ્ટનું એક કાઉન્ટર ન રાખતાં આ જ કોન્સેપ્ટનું આખું ડિનરનું આયોજન કર્યું. એટલે સુધી કે મહેમાન માટે ડિનર પ્લેટ અને બાઉલ પણ ઓર્ગેનિક કહી શકાય તેવી નાળિયેરની છાલમાંથી બનતાં રાખવામાં આવ્યા. મને એ વાતની ખુશી છે કે લોકોએ આ ફૂડને ખૂબ વખાણ્યું અને અમારો કોન્સેપ્ટ સફળ બન્યો.’

ફૂડની વાનગીઓ શું હતી અને કેવી રીતે બનાવવામાં આવી હતી

૧. વેડિંગ કેક – આ કેકમાં ખજૂરને બરાબર ક્રશ કરીને તેમાં અખરોટનો ભૂકો અને અખરોટનાં ટૂકડાં નાખવામાં આવ્યા હતા અને બાઈન્ડિંગ માટે હની વાપરવામાં આવ્યું હતું અને તેનું ડ્રેસિંગ કકાઉ પાવડરથી કરવામાં આવ્યું.

૨. ઢોકળા – વેજિટેબલ અને દાળિયાને એક રાત પહેલા પલાળી રાખીને તેમાં પલાળેલા પૌઆ ઉમેરી રેગ્યુલર મસાલો કરીને તેને સ્ટિક પર લગાડવામાં આવી હતી અને તેને સફેદ તથા કાળા તલથી ર્ગાિનશિંગ કરીને ઢોકળા સ્ટિક બનાવી.

૩. હમજ – સામાન્ય રીતે હમજ એ કાબૂલી ચણામાંથી બનતી વાનગી છે, પરંતુ અહીં તેનાં બદલે દાળિયાને ક્રશ કરીને તેમાં બીટનો રસ ઉમેરીને રેગ્યુલર મસાલો નાંખીને બનાવાયું.

૪. મસાલા છાશ – અહીં મગસ્તરીનાં બીનું દૂધ કાઢીને તેમાં ફુદીનાનું ક્રશ ઉમેરીને મીઠું નાંખીને મસાલા છાશ બનાવવામાં આવી.

૫. મીઠાઈ – તલનાં ભૂકામાં ગોળ અને ક્રશ કરેલા શિંગદાણાને ઉમેરી તેમાં સૂંઠ પાવડર નાંખીને મિશ્રણને એક મોટા થાળમાં ઠારીને તેનાં પીસ કરીને ગેસ્ટને સર્વ કરવામાં આવી.

૬. ભીંડી ભરવા – આ શાક બનાવવા માટે સાદા કાચા કૂણાં ભીડાને વચ્ચેથી કાપીને તેમાં શિંગદાણાનો ભૂકો અને રેગ્યુલર મસાલો મિક્સ કરીને સ્ટફ ભરીને સર્વ કરવામાં આવ્યા.

૭. ટમાટર સ્ટફ – ટોમેટોને અંદરથી ખાલી કરીને તેમાં ગાજર, કોબીઝ અને બીટની છીણમાં મીઠું, લીંબુ અને અન્ય મસાલામાં મેરીનેટ કરીને ભરવામાં આવ્યા.

૮. વેલકમ ડ્રિંક – આંબળાનો રસ, લીલી હળદરનો રસ, ફૂદીનો તથા સંચળ મિક્સ કરીને વેલકમ ડ્રિંક તૈયાર કરવામાં આવ્યું.

૯. અંગૂરી અચાર – આ વાનગી બનાવવા માટે લીલી દ્રાક્ષને મેથીનાં મસાલા અને અથાણાંનાં મસાલામાં ચોળીને પીરસવામાં આવી.

૧૦. લીલી ચટણી – પાલકનાં પાનને પીસીને તેમાં કોથમિર, લીલાં મરચા, મીઠું અને લીંબુ ઉમેરીને તૈયાર કરવામાં આવી.

૧૧. પૌઆ બિરયાની – પૌઆને પલાડી રાખવામાં આવ્યા અને તેમાં એક રાત પહેલાં પલાળેલ ગાજરનાં ટુકડાં અને ટામેટા ઉમેરીને તેમાં મસાલો કરીને બનાવવામાં આવી.

૧૨. સલાડ – અહીં બ્રોકલી, ગાજર, સેલેરી તથા કોબીજને ચટણીનાં ડીપ સાથે સર્વ કરવામાં આવ્યાં.

૧૩. રાઈતું – આ રેસિપી માટે શિંગદાણાનું દૂધ કાઢીને આગલા દિવસે જમાવવમાં આવ્યું. તેનાં દહીંમાં જીણાં સમારેલા કોબીજ, ગાજર, કાકડી અને ડુંગળી ઉમેરીને મસાલો કરીને બવાનવામાં આવ્યું.

૧૪. આઈસ્ક્રીમ – જામફળને ક્રશ કરીને તેને કોકોનટ મિલ્કમાં ઉમેરીને એક દિવસ પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યું હતું અને તેનો બનાવેલો આઈસ્ક્રિમ સર્વ કરવામાં આવ્યો.

હેલ્ધી રહેવા માટે માત્ર જિમ જવું જરૂરી નથી, હેલ્ધી અને રો ફૂડ પણ ખાવું પડે

માત્ર જિમમાં આવવાથી કે કસરત કરવાથી જ હેલ્થ નહીં સુધરે. તેનાં માટે ફૂડ હેબિટ્સ બદલવી પડશે. તમારે બની શકે તેટલું રો ફૂડ ખાવું પડશે. પૃથ્વી પરનાં તમામ જીવમાં માત્ર માણસ જ એવુ પ્રાણી છે જે ખોરાક રાંધીને ખાય છે બાકી બધા જીવ કાચો ખોરાક ખાય છે, તેમ છતાં સૌથી વધુ પેટની તકલીફ માણસોમાં જોવા મળે છે. ઘણાં લોકોને પ્રશ્ન થાય છે કે કાચું ખાવાથી પેટમાં દુખે તો, હું તેમને કહીંશ કે દરેક મનુષ્યમાં લીલો ખોરાક કાચો ખાવાની અને પચાવવાની શક્તિ છે. તેથી જો ઘઉં અને મેંદો ડાયટમાં બંધ કરીને માત્ર લીલા શાકભાજી અને ફળ અને તેમાંથી બનતી વાનગીઓ આરોગવાનું શરૂ કરે તો હેલ્ધી વધુ રહી શકાય. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને આ મેનૂ ડિઝાઈન કરવામાં આવ્યું.’

🎁👉 http://bit.ly/2zAtEnD


ખજૂરની ચટણી
🎁👉 http://bit.ly/2zAtEnD


લીલી ચટણી
🎁👉 http://bit.ly/2zAtEnD


કાચા છોલે (ચણા નું શાક)
🎁👉 http://bit.ly/2zAtEnD


કઠોળની ભેળ
🎁👉 http://bit.ly/2zAtEnD


ભરેલો ભીંડો
🎁👉 http://bit.ly/2zAtEnD


રાયતુ
🎁👉 http://bit.ly/2zAtEnD


નવરત્ન સલાડ
🎁👉 http://bit.ly/2zAtEnD


બીટનો હલવો
🎁👉 http://bit.ly/2zAtEnD


ભરેલા મરચા
🎁👉 http://bit.ly/2zAtEnD


ભરેલા ટમેટા
🎁👉 http://bit.ly/2zAtEnD


ફ્રૂટ સલાડ
🎁👉 http://bit.ly/2zAtEnD


તલનું ચુરમુ
🎁👉 http://bit.ly/2zAtEnD


Mukhvas #ladu
નાળિયેર
સૂકું કોપરું
સીંગદાણા નો ભૂકો
નાગરવેલ ના પાન
ખડી સાકર (પીળી)
નાળિયેર ખમણીને નાગરવેલ ના પાન mixture માં વાટીને મિક્સ કરો અને પછી બધી સામગ્રી ઉમેરીને લાડુ વળી લો
#Recipes
🌍https://t.me/WorldHealthNDSgujaratirecipes







Показано 20 последних публикаций.

80

подписчиков
Статистика канала