ગઝલ ની દુનિયા


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan



Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.
– કૈલાસ પંડિત


એકલતા,   એક એવું પંખી છે,   જેને પાંખ હોવા છતાં પણ ઉડી શકતું નથી……

-Mehul Pethani




ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી પીવા મળ્યું નહીં
પણ દરિયો મળ્યો છે આમતો ડૂબી જવા મને

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત


મોતની ય બાદ તારી ઝંખના કરતો રહ્યો
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો

જો તું જાણે તો ભરી મહેફિલ તજીને સાથ દે
એવી એકલતાભરી મારી દશા કરતો રહ્યો

એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
પ્રેમ તો એ છે જે આપણને જુદા કરતો રહ્યો

મેં બુરા ખ્યાલો ય રાખ્યા, ને અમલ પણ ના કર્યો
પાપની ને પુણ્યની ભેગી મજા કરતો રહ્યો

ક્યાં અનુભવ જિંદગીના, ક્યાં કવિતાનો નશો
ઝેર જે મળતું ગયું, એની સુરા કરતો રહ્યો

ન્યાય પણ ‘બેફામ’ આ પાપી યુગે અવળો કર્યો
પુણ્ય મેં જે જે કર્યાં એની સજા કરતો રહ્યો

કોણ જાણે શું હતું એનાં નીકળતાં શ્વાસમાં
માનવીની આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો

-બરકત વિરાણી ‘બેફામ’


હ્રદયના
દરેક ભાગથી પ્રેમ કરું છું તને,
બસ આમ જ ચુપ રહીને,
પણ તારી વાત કરું છું.
પામવું તો તને પણ મુશ્કેલ છે,
છતાંય...
ઈન્તઝાર તો તારો જ કરું છું


ફુલ કેરા સ્પર્શથી  પણ    દિલ  હવે   ગભરાય છે,
એને રુઝાયેલા    ઝખ્મો યાદ  આવી    જાય  છે,

કેટલો   નજીક   છે  આ     દુરનો    સંબંધ  પણ,
હું હસું  છું એકલો   એ    એકલા   શરમાય   છે.

કોઈ     જીવનમાં    મરેલા    માનવીને   પુછજો,
એક  મૃત્યૃ   કેટલા   મૃત્યૃ   નિભાવી  જાય    છે.

આ  વિરહની   રાત   છે   તારીખનું   પાનું   નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક    પ્રણાલીકા   નિભાવું છું, લખું છું  ‘સૈફ’ હું,
બાકી   ગઝલો   જેવું જીવન હવે ક્યાં જીવાય છે

– ‘સૈફ’ પાલનપુરી


   કેવી   રીતે   પીળું      થયું    કોને    ખબર ?
એટલે    કે   ઝાડ   માંથી શું    ગયું    કોને   ખબર ?

શહેર   પર   ખાંગી   થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી  આમ  કાં   ઢોળાય   છે   તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પ  ડ્યું ?   કોને   ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી  નહેરો   તારા   ચહેરાની   સત્ત,
ને   સવારે   આંખમાંથી   શું   વહ્યું ?   કોને ખબર ?

માછલીએ એકદા  જળને   પૂછ્યું, તું   કોણ   છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં   ગયું,   કોને   ખબર ?

મેં  અરીસાને   અમ્સ્તો   ઉપલક   જોયો,   ‘રમેશ’,
કોણ  એમાંથી મને   જોતું    રહ્યું,   કોને   ખબર ?

– રમેશ પારેખ


સાવ  નાનું   ઘર  હશે  તો   ચાલશે
મોકળું    ભીતર   હશે  તો   ચાલશે

બીજાની તકલીફ પણ સમજી જવા
એટલું   ભણતર  હશે    તો  ચાલશે

હાથ   લંબાવું   અને  તું   હોય ત્યાં
એટલું   અંતર    હશે    તો  ચાલશે

પ્રાણ  પૂરવાનું   છે   મારા  હાથમાં
એ  ભલે   પથ્થર  હશે  તો  ચાલશે

-હેમાંગ જોશી


આંખ સામે આંખને જોવુ પડ્યુ
દિલ લેતા દિલને ખોવુ પડ્યું

ભૂલ કરતા ભૂલ તો મોટી કરી
ભૂલ સાથે સર્વ ને ભૂલવું પડ્યું

રંક હો કે રાંક પણ માનવ બધા 
રામ નામે સર્વને જીવવું પડ્યું

બાજ ઊંચે આભ ઉડતુ ઘણું 
ધરતી પર તો છેવટે પડવું પડ્યું

-ભૂપેન્દ્ર વકીલ


આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે .


એક સુંદર રચના,

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ!!

🌸🌸🌸🌸🌸
-Pravin Makwana


છે ઈશ્ક તો કબૂલી લે આમ આંખો ચાર ના કર, સ્વીકારી લે ખુલ્લા દિલથી આમ ઝુકેલી નજરોથી વાર ના કર !!💞
-Sahdevsinh Chavda


તમારું નામ લઈને લખી મેં જે ગઝલો
તમે રીસાયાં કે એમાં તમારું નામ નથી.💕

હરિન્દ્ર દવે


વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું
બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું
વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,
કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે.
-Sahdevsinh Chavda


મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-Pravin Makwana








એક નાની બંધ બારી ઊઘડે છે,
આભની ઊંચી અટારી ઊઘડે છે.

આંખ જાણે પાંખ ફફડાવી રહી છે,
ને નજર પણ એકધારી ઊઘડે છે.

કેદ પરદામાં થયું છે એ જ જોવા,
જાત આખી કેમ તારી ઊઘડે છે?

રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે,
એમ સપનાંની સવારી ઊઘડે છે.

સૂર્યનાં કૂણાં કિરણનો હાથ ઝાલી,
મ્હેકતી એ ફૂલકયારી ઊઘડે છે.

કોઇ સોનામહોર જેવાં ધણ વચાળે,
મૂળમાંથી માલધારી ઊઘડે છે!

એ જ સોનેરી સમયને સાદ દેવા,
યાદની પાલવકિનારી ઊઘડે છે.

– નીતિન વડગામા

20 ta oxirgi post ko‘rsatilgan.

830

obunachilar
Kanal statistikasi