🔸ભારત ની બુલબુલ તરીકે ઓળખાતા ...સરોજિની નાયડુ વિશે ચાલો જાણીએ...અપેક્ષા જ્ઞાન કી સાથે.., જીતું સર
➖ ભારતનું બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુ નો જન્મ 13/02/1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
➖ 13 વર્ષની વયે તેમને 1300 પંક્તિઓ કાવ્ય સ્વરૂપે લખી હતી અને 2000 લિટી નું એક નાટક પણ રચી નાખ્યું હતું .
➖તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હીરાની ઉંબર 1905 માં બહાર પાડ્યો હતો.
➖ભારતીય નારીને રસોડામાંથી બહાર આવવા હાકલ પણ તેમણે કરી હતી. કન્યા શિક્ષણ માટે જોરદાર ઝુંબેશ ઉપાડી હતી.
➖દેશની પ્રત્યેક કટોકટી વખતે ગાંધીજી સાથે રહી સત્યાગ્રહમાં જોડાયા હતા તેમના પ્રચંડ કાર્ય સાથે તેમની કવિતા પણ ખીલી ઉઠી હતી .ગીતોની કદરરૂપે એમને "ભારત કોકિલ "નું બિરુદ આપવામાં આવ્યું હતું.
➖આઝાદી પછી ભારતના ઉત્તર પ્રદેશ ના પ્રથમ મહિલા રાજ્યપાલ નું પદ મેળવનાર વ્યક્તિ પણ તે સરોજિની નાયડુ હતા.
➖ભારત સરકારે 13 ફેબ્રઆરી 1964 ના રોજ તેમની સ્મૃતિ માં 15 પૈસા ની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
➖ 2 માર્ચ 1949 ના રોજ એમની ઓફીસ લખનૌ માં અવસાન પામ્યા હતા.
✍જીતું સર-9408039595
@apexagyankey