Postlar filtri


ચાલશું તો મંજિલ ના રસ્તા મળી જસે,
વિચરસુ તો બધી વાત નું કારણ મળી જસે,
જીવન એટલું પણ મજબૂર નથી હોતું,
જીગર થી જીવશું તો જલસા પડી જસે....

@mfmixgujarati


વરસાદ નુ પાણી આ વખતે
કદાચ ખારુ લાગે તો
ચોકી ના જતા.

આ વખતે મહામારી માં
ઘણી આંખો ના આંસુ
ના વાદળો બંધાયા છે…


તમારી નજરે હું નજરાણું બનીને આવીશ,
તમે મહેસૂસ તો કરો, હું અહેસાસ બનીને આવીશ.


"તું" એટલે
મારી આંખમાં આંજેલું એક નામ,
"તું" એટલે
મારી ગમતી સફરનું પૂર્ણ વિરામ

@mfmixgujarati




અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે

તું ચાલી આવ વિના તારા અહીં બવ ખાલી લાગે છે




Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
How to Download files from links in buttons




કેટલું લખશો હવે થોઙી તો શાંતિ રહેવા દો,


શાય઼રી ના આ વહેમ ને કયારેક મૌન થઇને પણ વહેવા દો ......🖤😅👍


બધા અમલ કરે એવી વિનંતી


પ્લાસ્ટિક ના કફન માં તું સારો નહિ લાગે...
સંબંધીઓ ને તું પછી વ્હાલો નઈ લાગે.

રોકાઈ જજે ઘર માં ,સ્મશાને છે લાઈનો...
પછી રાત સુધી તારો ત્યાં વારો નઈ લાગે.

થોડા દી તો યાદ કરશે તને...
પછી યાદો માં તારો વારો નાઈ આવે.

જોજે બાઇક પર તો વગર માસ્કે ફરે છે...
ક્યાંક એમ્બ્યુલન્સ માં જવાનો વારો નઈ આવે.

વગરકામ નું બહાર ફરશે તો કદાચ તું ઘરે પાછો નઈ આવે..
જાગૃત થા , જાગૃત કર 5-10 દીવસ ફક્ત ઘર માં ફર

તારા દોસ્ત ને કે તું પણ કર ...

આપણી આસ પાસ પ્રસરેલી એ કોરોનાચેન ને તું તોડ..
ભગાડી એને તું પછી મોજ માં ફર..

પણ અત્યારે તો તું બસ ઘર માં ફર...
દોસ્ત તું જાગૃત થા ને સૌ ને જાગૃત કર
😷

બની શકે તો થોડા દી ઘર માં રહીએ,
આવો સૌ મળીને કોરોના ચેઇન ને તોડીએ.


કોઈ ખુશી માં રડ્યું છે તો,
કોઈ દુઃખ માં રડ્યું છે,
ગજબ છે આ ખેલ જિંદગી નો
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો,
કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે.


લોકો કહે છે,
નશા તરફ
નજર પણ ના કરવી જોઈએ...!

અને તોય
તમે સ્મિત આપો
ને મારાથી જોવાય જાય છે....


વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે

ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...

1.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી
- હિતેશ તરસરિયા

2.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.

– પરીક્ષિત જોશી

૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

4.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
– નિમેષ પંચાલ

5.બપોરનો તડકો*
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

6.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
- દક્ષા દવે

7.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
- દેવદત ઠાકર.

8.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

9
લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?

- નિલેશ શ્રીમાળી પાટણ

10
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...
-હિતેશ તરસરિયા

11.
"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'
- હિતેશ તરસરિયા

12.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:
"મા ના ખોળે !!!"

ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો🙏


તુ પાંપણ ઉઠાવે તો'ય કયાં વંચાય એવી છે ,
તારી આંખો ને જોતા જ ડુબાય એવી છે..


--- પાછું આવું થાય

ગલીએ ગલીએ મંડપ બઁધાય
શેરીઓમાં પંગત જમાય

હોસ્પિટલો થાય ખાલીખમ
ને હોટેલો ના હોલ ઉભરાય

સ્કૂલ ના ખંડ ધમધમે
ગ્રાઉન્ડ ઉપર વિદ્યાર્થી દેખાય

દવા ને ઇન્જેક્શન ના બદલે
થિયેટર માં લાઈનો દેખાય

માસ્ક થાય ભૂતકાળ ની વાત
હસતા ચેહરા આર્કષક દેખાય

રસ્તે દૌડતી એમ્બ્યુલન્સ ના બદલે
મેળા માં દૌડતી પબ્લિક દેખાય

ડોક્ટરો લે હાશ નો શ્વાસ
ને દુકાનદારો નવરા ના દેખાય

આવે પેપરમાં મેળાની વાતો
શ્રદ્ધાંજલિ નું પાનું ગૂમ થાય

તહેવારો ઉજવાય રંગેચંગે
દુનિયા પાછી ખુબસુરત થાય

થાય માનવજાત ને હાશકારો
નાપાક કોરોના ગૂમ થાય !!!

એવી માં ને પ્રાર્થના સહ...

🚩 ચૈત્રી નવરાત્રિ તેમજ હિન્દુ નવ વર્ષ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🚩


બાંધીને રાખ તારા એ કેશુઓના ફાલ ને.
છુટ્ટા રાખી ને તું ઉભરાવે છે મારા વ્હાલ ને.

વાંક ન કાઢીશ પછી મારા હોઠ નો
જો સ્પર્શી જાય તારા ગાલ ને.


મારી સાથે બેસીને સમય પણ રડ્યો
અને એક દિવસ બોલ્યો
તુ મસ્ત વ્યક્તિ છે
હું જ ખરાબ ચાલી રહ્યો છુ..


ચાલો આજે એક નવી શરૂઆત કરીએ,
જે આપણાથી ખુશ ના હોય એને આઝાદ કરીએ !!


અભિમાન કઈ વાતનું છે સાહેબ...
તમારા મરી ગયા પછી,
તમારા પોતાના પણ તમને અડીને હાથ ધોસે.

20 ta oxirgi post ko‘rsatilgan.

75 627

obunachilar
Kanal statistikasi