DD News Gujarati


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


Dd news gujarati (ડી.ડી
ન્યુઝ ગુજરાતી ) ચેનલના ન્યુઝ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ unofficial ચેનલ છે.
બીજી ઉપયોગી ચેનલ.
👉 @pib_english
👉 @ddnewshindi
👉 @pib_hindi
👉 @pibgujarati
👉 @cmogujarat
👉 @ddnewsgujarati
👉 @gujaratSamacharEditorial

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri
















🔖#ddNewsGujarati🔖
🗓10.09.2019 🕗 08:44

💥📃શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ પ્રવાસથી નામ પરત ખેંચ્યું💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/cyoY6)

10 શ્રીલંકન ખેલાડીઓને સુરક્ષા કારણોનો હવાલો આપીને પાકિસ્તાન ક્રિકેટ પ્રવાસથી નામ પરત ખેંચ્યું છે...2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની ના પાડી દીધી છે..જે ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી છે તેમાં શ્રીલંકાની 20-20 ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને વન-ડે ટીમના કેપ્ટન ડિમુથ કરુણારત્ને પણ સામેલ છે.. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થા વિશે જણાવતા કહ્યું કે પાકિસ્તાન પ્રવાસ પર જવાનો નિર્ણય ખેલાડીઓ પર જ છોડવામાં આવ્યો હતો.. ઉલ્લેખનીય છે કે માર્ચ 2009માં લાહોરમાં એક ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાની ટીમની બસ પર થયેલા ચરમપંથી હુમલા પછી ઘણાં દેશોની ટીમોએ પાકિસ્તાનમાં રમવા માટે ના પાડી છે...


📝Read Official Website Here 👉 shrtco.de/cyoY6

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL














🔖#ddNewsGujarati🔖
🗓10.09.2019 🕗 04:34

💥📃પરિણામ પર પહોંચે તે પહેલા જ તાલિબાન સાથે વાતચીત પૂર્ણ: અમેરિકા💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/ftTPp)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તાલિબાન સાથે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત કોઈપણ પરિણામ પર પહોંચે તે પહેલા પૂર્ણ થઈ ગઈ છે. આ વાતચીતનો અંત અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પરત આવવા સાથે થવાનો હતો. તાલિબાને અફઘાન શાંતિ વાર્તાથી પાછળ હટવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિકા કરતા કહ્યું હતું કે આના કારણે વધારે નુકસાન અમેરિકાને જ થશે. તાલિબાને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, આ નિર્ણય પરિપક્વતા અને અનુભવની ઉણપ દર્શાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ રવિવારે કેમ્પ ડેવિડમાં તાલિબાનના વરિષ્ઠ નેતાઓ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરવાના હતા


📝Read Official Website Here 👉 shrtco.de/ftTPp

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL


🔖#ddNewsGujarati🔖
🗓10.09.2019 🕗 04:33

💥📃દેશના દક્ષિણ ભાગમાં આતંકવાદી હુમલાની આશંકા💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/XDme)

ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ જણાવ્યું છે કે, તેમણે પાસે સૂચના છે કે દેશના દક્ષિણ ભાગમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, સિરક્રીક શ્રેત્રમાં કેટલીક બિનવારસી હોડીઓ મળી આવી છે. આ મામલે સેના પુરી રીતે સાવધાની રાખી રહી છે. આ સૂચના પછી કેરળને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.


📝Read Official Website Here 👉 shrtco.de/XDme

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL


🔖#ddNewsGujarati🔖
🗓10.09.2019 🕗 04:33

💥📃કાશ્મીરના સફરજન ઉત્પાદકો માટે સરકારની મોટી ભેટ💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/jqVxT)

કાશ્મીરના સફરજન ઉત્પાદકો માટે મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા સફરજન ઉત્પાદકો માટે વિશેષ મૂલ્ય ઇન્ટરવેશન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે 12 લાખ મેટ્રિક ટન સફરજનની ખરીદી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવે આ સંબંધે સોમવારે જિલ્લા અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં યોજનાને લાગુ કરવા માટે વિભિન્ન ચરણો વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. યોજના પ્રમાણે સરફજન ઉત્પાદકોને લગભગ 2 હજાર કરોડનો ફાયદો થશે. સોપોર, પામ્પોસ, શોપિયા વગેરે વિસ્તારના સરફરજન ઉત્પાદકો પાસેથી આ સફરજન ખરીદવાની યોજના છે. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી હવે ઝડપથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના 100 ટકા વિસ્તારમાં લેન્ડલાઇન સેવા ચાલુ કરી દેવામાં આવી છે. મોટાભાગના શ્રેત્રોમાં મોબાઈલ સેવા પણ ચાલુ કરી દેવામાં આવી છે.


📝Read Official Website Here 👉 shrtco.de/jqVxT

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL


🔖#ddNewsGujarati🔖
🗓09.09.2019 🕗 20:48

💥📃ગ્રીન એનર્જી ક્લીન એનર્જીથી પર્યાવરણ રક્ષા સૌરઉર્જા રૂફટોપ યોજનાથી વેગ💥

🖌 By: Rajesh Shiyal

(http://ddnewsgujarati.com/gujarat/%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AB%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97)

ગ્રીન એનર્જી ક્લીન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુનઃપ્રાપ્ય ઉત્પાદન માટે ગુજરાત દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે.આ પહેલ અંતર્ગત સૂર્યઉર્જા રૂફટોપ યોજનાને સરકાર દ્વારા આપવામાં આવી.રાજ્યમાં આ વર્ષે 2 લાખ કુટુંબોને સોલાર રૂફટોપ યોજનામાં આવરી લેવાશે.જેથી 600થી વધુ મેગાવોટ સૌરઉર્જાનું ઉત્પાદન કરવામાં આવશે.તો સાથે જ આગામી 3 વર્ષમાં 8 લાખ સોલાર રૂફટોપ થકી 1800 મેગાવોટ સૌર વીજ ઉત્પાદનનો રખાયો લક્ષ્યાંક.જ્યારે રહેણાંક હેતુના વિજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે 10 કિલો વોટની ક્ષમતા સુધી 20થી 40 ટકા સબસીડીના આપવાની જાહેરાત કરવામાં આવી છે.


📝Read Official Website Here 👉 http://ddnewsgujarati.com/gujarat/%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AB%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL


🔖#ddNewsGujarati🔖
🗓09.09.2019 🕗 20:48

💥📃સમગ્ર રાજ્યમાં મેઘમહેર: સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો છલકાયા💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/IgjPv)

સમગ્ર રાજ્યમાં મેઘમહેર ચાલી રહી છે. જેના કારણે ચારેબાજુ આનંદ છવાઈ ગયો છે.રાજ્યના સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત. તમામ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.. મેઘરાજાએ અવિરત મેઘ કૃપા વરસાવતા જામનગર જિલ્લાના કુલ 26 ડેમોમાંથી 20 ડેમોમાં પાણીની ભારે આવક જોવા મળી છે, જ્યારે પંદરથી વધુ ડેમના દરવાજા ખોલાયા છે. જ્યારે મોટાભાગના ડેમોમાં ઉપરવાસથી પાણીની આવક થઈ રહી છે. જેથી નીચેના ગામોને એલર્ટ કરી તંત્ર પણ સાબદુ બન્યું છે. જોકે જામનગરની જીવાદોરી સમાન અને પીવાનું પાણી પુરુ પાડતો રણજીતસાગર ડેમ તેમજ સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડતો એવો સસોઇ ડેમ પણ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમના ઓવરફલોનો નજારો નિહાળવા માટે જામનગરના શહેરીજનો ડેમ પર પહોંચી રહ્યા છે. જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ડેમ ઓવરફલો થતાં શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ 317 ફૂટ પર પહોંચ્યું છે. ડેમમાં ઉપરવાસમાંથી 45,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમના બે ગેટ ખોલાયા છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડાતા ચાર પાવર હાઉસ કાર્યરત કરાયા છે. ડેમમાંથી કુલ 44,042 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક અને કેએલબીસી કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં, ડુંગરના પાણી, નીચાણવાળા વિસ્તારમાં વહી જતા હોવાથી ઉનાળામાં પાણીની અછત જ રહેતી હતી. પરંતુ દમણગંગા પ્રોજેક્ટ હેઠળ ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ડેમની રચના થઈ હોવાથી આ વર્ષે ઉનાળામાં પણ પીવાના પાણીની તકલીફ નહીં રહે. હાલ ડાંગ જિલ્લામાં આવેલા નાના મોટા 61 બંધ ઓવરફ્લો થઈ ગયા છે. ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક લેવામાં પણ તેની મદદ મળશે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક લેવલે પહોંચી છે. આટલા વર્ષોમાં પ્રથમ વખત નર્મદા ડેમે 136.17 મીટર ની સપાટી પાર કરતા રાજ્ય માટે સારા સમાચાર છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4 લાખ,40 હજાર 289 ક્યુસેક પાણીની આવક સામે 3 લાખ, 20 હજાર,819 ક્યુસેક પાણીની જાવક છે..


📝Read Official Website Here 👉 shrtco.de/IgjPv

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL


🔖#ddNewsGujarati🔖
🗓09.09.2019 🕗 20:48

💥📃બોટાદ: CM વિજય રૂપાણીએ સોનલ તળાવમાં નવા નીરના વધામણા કર્યા💥

🖌 By: Rajesh Shiyal

(shrtco.de/PnVi)

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બોટાદ જિલ્લાના પ્રવાસે છે.જ્યાં મુખ્યમંત્રીએ સૌથી પહેલા સૌની યોજના અંતર્ગત ઉગામેડી ખાતે સોનલ તળાવમાં નવા નીરના વધામણા કર્યા હતા.ત્યારબાદ મુખ્યમંત્રી ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં જળજીલણી એકદાશી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.અને 12 વર્ષ બાદ નિકળેલી જળજીલણી પાલખી યાત્રાની પુજા અને આરતી કરી પ્રસ્થાન કરાવ્યુ હતું. સાથે મુખ્યમંત્રી દ્વારા BAPS સ્વામિનારાયણના નવા મંદિરનું લોકાર્પણ કર્યું હતું.જ્યાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યા હતા અને વિવિધ વિકાસ કામોની તકતીઓનું અનાવરણ કર્યું હતું.ગોપીનાથજી મંદિર અને જિલ્લા પંચાયત ગઢડાના સહયોગથી તૈયાર થયેલા -હરતા ફરતા આયુર્વેદિક હોમિઓપેથીક દવાખાનાનો શુભારંભ કરાવ્યો હતો.પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં જ્યારે જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે મદદ માટે હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાય આગળ રહેતો હોય છે.


📝Read Official Website Here 👉 shrtco.de/PnVi

More Update Please Join @ddnewsgujarati

👉https://bit.ly/2lFwaoU

👉https://bit.ly/2kiQdJL

20 ta oxirgi post ko‘rsatilgan.

13

obunachilar
Kanal statistikasi